રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ બે દિવસ ઉત્તરપ્રદેશની મુલાકાતે જશે.
મુલાકાત દરમ્યાન તેઓ પાટનગર લખનૌમાં યુપી વૈશ્વિક રોકાણકાર શિખર પરિષદ – ૨૦૨૩ ના સમાપન સત્રનાં મહેમાન બનશે.
સાંજે લખનૌમાં લોકભવન ખાતે નાગરીક સન્માન સમારોહમાં ઉપસ્થિત રહેશે.
રાષ્ટ્રપતિ ૧૩ તારીખે બાબાસાહેબ ભીમરાવ આંબેડકર યુનિવર્સિટીના દસમાં દિક્ષાંત સમારોહનું અધ્યક્ષપદ સંભાળશે. દિલ્હી પરત આવનાં પહેલાં સોમવારે તેઓ વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત લેશે અને ગંગા આરતીમાં ભાગ લેશે.