પ્રધાનમંત્રી બેંગ્લુરુમાં યેલહંકા સ્થિત વાયુ સેના સ્ટેશન પર ૧૪ મા એરો ઈન્ડિયા ૨૦૨૩નું ઉદ્દઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કર્ણાટકના પ્રવાસે જશે. પ્રધાનમંત્રી બેંગ્લુરુમાં યેલહંકા સ્થિત વાયુ સેના સ્ટેશન પર ૧૪ મા એરો ઈન્ડિયા ૨૦૨૩ નું ઉદ્દઘાટન કરશે. એરો ઈન્ડિયા ૨૦૨૩ ની થીમ – વન વે ટુ અ બિલિયન અપોર્ચ્યુનિટીઝ છે. પ્રધાનમંત્રીની પરિકલ્પના મેક ઈન ઈન્ડિયા મેક ફોર ધ વર્લ્ડને અનુરૂપ એરો ઈન્ડિયા ૨૦૨૩ માં સ્વદેશી ઉપકરણો અને ટેક્નોલોજીને દર્શાવવામાં આવશે.

આ કાર્યક્રમ મારફતે સ્વદેશી એમ. એસ. એમ. ઈ. અને સ્ટાર્ટઅપનું એકીકરણ પણ સંભવ બનશે, જે વૈશ્વિક આપૂર્તિ શૃંખલા સાથે સંબંધિત છે. જેના દ્વારા વિદેશી રોકાણ સહિત સહવિકાસ અને સહઉત્પાદન માટે ભાગીદારીને પણ આમંત્રિત કરવામાં આવશે. એરો ઈન્ડિયા ૨૦૨૩ માં ૮૦ થી વધુ દેશો ભાગ લઇ રહ્યા છે. એરો ઈન્ડિયા શોમાં લગભગ ૧૦૦ વિદેશી અને ૭૦૦ ભારતીય કંપનીઓ સહિત ૮૦૦ થી વધુ રક્ષા-કંપનીઓ ભાગ લેવાના છે. એરો ઈન્ડિયામાં સ્વદેશી ઉપકરણો, ટેકનોલોજી દર્શાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *