રાજ્યને જ્ઞાનપીઠ પુરસ્કારનું બહુમાન અપાવનાર પન્નાલાલ પટેલનું વ્યક્તિત્વ ખરેખર વિરલ હતું. તેમના ગૌરવશાળી વ્યક્તિત્વ અને જીવન સફરની વાત યુવા પેઢી સુધી પહોંચે તે માટે તેમની આત્મકથાને અંગ્રેજીમાં નવા દૃષ્ટિકોણ સાથે રજૂ કરનાર નતાશાબહેન અભિનંદનને પાત્ર છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે અમદાવાદમાં જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા લેખક પન્નાલાલ પટેલની આત્મકથાની અંગ્રેજી આવૃત્તિ ફાઇન્ડિંગ ગટ્ટુનું વિમોચન કરતાં આ મુજબ જણાવ્યું. તેમણે રાજ્ય સરકાર દ્વારા કલા અને સાહિત્યને પ્રોત્સાહન આપવા લેવાયેલાં પગલાંની વિગતો આપી હતી. અનુવાદક નતાશા પટેલે જણાવ્યું હતું કે, ઘરઘાટીનું કામ કરવાથી લઈને જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત કરનાર તેમના દાદાની સફર યુવાનો માટે પ્રેરણાદાયી છે.