૨૦૨૩ ની મહિલા આઈપીએલની હરાજીનો પ્રારંભ થયો છે. આઈપીએલની હરાજીમાં સૌથી પહેલી બોલી ટીમ ઈન્ડિયાની સ્ટાર ક્રિકેટર સ્મૃતિ મંધાનાના નામે લાગી છે, જેની બેઝ પ્રાઈઝ ૫૦ લાખ રૂપિયા હતી. સ્મૃતિ માટે લગભગ તમામ ટીમોએ બોલી લગાવી પરંતુ આખરે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેને ૩.૪૦ કરોડમાં ખરીદી હતી. એક ટીમનું બજેટ માત્ર ૧૨ કરોડ રૂપિયા છે.
ટીમ ઈન્ડિયાની કેપ્ટન હરમનપ્રીત કૌરની બીજી બોલી લાગી છે. તેની બેઝ પ્રાઈઝ પણ ૫૦ લાખ રૂપિયા હતી, હરમનપ્રીત કૌરને મુંબઈ ઈન્ડિયન્સે ૧.૮૦ કરોડમાં ખરીદી છે.
ઓસ્ટ્રેલિયાની અશ્લે ગાર્નરને ગુજરાત જાયન્ટ્સની ટીમે ૩.૨૦ કરોડમાં ખરીદી છે. ન્યૂઝીલેન્ડની સોફી ડિવાઇનને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ૫૦ લાખમાં ખરીદી છે.
૨૦૨૩ પ્રીમિયર લીગની હરાજી
• સ્મૃતિ મંધાના – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ૩.૪૦ કરોડ (ભારત)
• એશલી ગાર્નર – ગુજરાત જાયન્ટ્સ, ૩.૨૦ કરોડ (ઓસ્ટ્રેલિયા)
• સોફી એક્લેસ્ટોન- યુપી વોરિયર્સ, ૧.૮૦ કરોડ (ઇંગ્લેન્ડ)
• હરમનપ્રીત કૌર – મુંબઈ ઇન્ડિયન્સ, ૧.૮૦ કરોડ (ભારત)
• એલિસા પેરી – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ૧.૭૦ કરોડ (ઓસ્ટ્રેલિયા)
• સોફી ડિવાઇન – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
પાંચ મોટી કંપનીઓએ મહિલા આઈપીએલની ટીમની ખરીદી કરી છે. અદાણી સ્પોર્ટ્સ લાઈન પ્રાઈવેટ લિમિટેડે અમદાવાદની ટીમને ૧૨૮૯ કરોડમાં, મુકેશ અંબાણીની ઈન્ડિયા વિન સ્પોર્ટ્સ પ્રા.લિ.એ મુંબઈને ૯૧૨.૯૯ કરોડમાં, રોયલ ચેલેન્જર્સ સ્પોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડે બેંગ્લોરને ૯૦૧ કરોડ રૂપિયામાં, જેએસડબ્લ્યુ જીએમઆર ક્રિકેટ પ્રાઇવેટ લિમિટેડે દિલ્હીની ટીમને ૮૧૦ કરોડમાં અને કપરી ગ્લોબલ હોલ્ડિંગ્સે લખનઉની ટીમને ૭૫૭ કરોડમાં ખરીદી લીધી છે. વિમેન્સ પ્રીમિયર લીગની પાંચ ટીમોની કુલ કિંમત રુપિયા ૪૬૬૯.૯૯ કરોડ છે.