ભારતીય મૂળની અમેરિકી રાજનેતા નિક્કી હેલીએ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ઉમેદવારની જાહેરાત કરી

નિક્કી હેલીનો જન્મ દક્ષિણ કેરોલિનાના બામબર્ગમાં થયો હતો.

દક્ષિણ કેરોલિનાની પૂર્વ ગવર્નર અને સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકી દૂત નિક્કી હેલીએ અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારીની જાહેરાત કરી છે. પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપને પડકાર આપનાર પહેલી રિપબ્લિકન બની ગઈ છે. હેલીએ એક વિડીયોના માધ્યમથી જણાવ્યું છે કે, હાલનો સમય નવી પેઢીના નેતૃત્તવનો છે. વર્ષ ૨૦૨૪ માં હેલી રિપબ્લિકન પાર્ટી માટે રાષ્ટ્રપતિની ચૂંટણી જીતશે તો આ પદ પર પહોંચનાર પહેલી મહિલા અને એશિયાઈ અમેરિકી મહિલાનો ઈતિહાસ બનાવવામાં સફળ થશે. નિક્કી હેલીનો જન્મ દક્ષિણ કેરોલિનાના બામબર્ગમાં થયો હતો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *