પાટણના રાધનપુર હાઈવે પર દર્દનાક અકસ્માત

ગુજરાતના પાટણ-રાધનપુર વરાહી હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો છે. મોટી પિપળી ગામનાં પાટિયા નજીક જીપ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે જ ૬ ના મોત નિપજ્યાં છે તો ૫ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

અકસ્માતમાં એકાએક જીપનું ટાયર ફાટતા જીપ ટ્રકમાં ઘુસી જતા જીપના ફુરચેફુરચા ઉડી ગયા હતા. જોકે આ ઘટનાની જાણ થતા જ તુરંત પોલીસે ઘટનાસ્થળે પહોંચી સમગ્ર અકસ્માત મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *