ન્યૂઝીલેન્ડમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આજે ન્યુઝીલેન્ડની ધરા ભૂકંપના આંચકાથી ધણધણી ઉઠી છે. વિગતો મુજબ લોઅર હટથી ૭૮ કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છ. તો રિક્ટર સ્કેલ પર ભૂકંપની ત્રિવતા ૬.૧ નોંધાઈ છે.
ન્યુઝીલેન્ડમાં ૬.૧ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. મળતી માહિતી મુજબ, આ ભૂકંપ નોર્થ આઈસલેન્ડ શહેર લોરહાટથી ૭૮ કિમી ઉત્તર પશ્ચિમમાં આવ્યો છે. ભૂકંપ સાંજે ૭.૩૮ કલાકે ૭૬ કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. ૬ થી ઉપરની તીવ્રતાનો ભૂકંપ ખતરનાક છે. મહત્વનું છે કે, ૬.૦ થી ૬.૯ તીવ્રતાના ધરતીકંપમાં, ઇમારતોના પાયા હલી જાય છે. ઉપરના ભાગોને નુકસાન પણ થઈ શકે છે. જર્જરિત ઇમારતો અથવા નબળા મકાનો પડી શકે છે. દેશના ઉત્તરીય ભાગમાં ચક્રવાત ગેબ્રિયલથી પૂર અને વિનાશને પગલે એક દિવસ અગાઉ રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી હતી.
ન્યુઝીલેન્ડ સરકારે દેશના ઉત્તર ભાગમાં ચક્રવાત ગેબ્રિયલના કારણે પૂર અને વિનાશને પગલે રાષ્ટ્રીય કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. દેશના સૌથી મોટા શહેર ઓકલેન્ડ નજીક રાતોરાત ભૂસ્ખલનમાં ફસાઈ જવાથી એક અગ્નિશામક ગુમ થયો હતો, જ્યારે અન્ય એકને ગંભીર ઈજાઓ સાથે બચાવી લેવામાં આવ્યો હતો, સ્થાનિક મીડિયાએ જણાવ્યું હતું. બે અઠવાડિયા પહેલા ઓકલેન્ડમાં ભારે તોફાન આવ્યું હતું, જેમાં ચાર લોકોના મોત થયા હતા.