નાણામંત્રી નિર્મલા સિતારમણે બજેટ બાદ જયપુરમાં હિતધારકો સાથે ચર્ચા કરી હતી. પત્રકાર પરિષદને સંબોધતા નાણામંત્રીએ કહ્યું હતું કે મોંધવારી અંકુશમાં લેવા માટે સરકારે વિવિધ પગલાઓ ભર્યા છે.
બેઠકમાં બજેટની જોગવાઇઓ પર પ્રતિક્રિયા લેવામાં આવી હતી. તેમજ કોઇ રાજ્ય સાથે બજેટમાં ભેદભાવ કરવામાં આવ્યો નથી. તેમણે કહ્યું હતું કે બજેટમાં દરેક વર્ગ ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે. જનહિત સાથે જોડાયેલી તમામ યોજનાઓમાં સારી જોગવાઇ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ગરીબોને રેશન આપવામાં આવ્યું છે. નાણામંત્રીએ કોંગ્રેસને આડેહાથે લેતા કહ્યું હતું કે કોંગ્રેસે પુરાવા સાથે વાતચીત કરવી જોઇએ.