કોરોના વાયરસનો હાહાકાર ફરી એકવાર સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે, વિશ્વભરમાં કોરોના મહામારીને લઈને હજુ પણ યુદ્ધ ચાલી રહ્યું છે. ભારત સહિત મોટા ભાગના દેશોમાં કોવિડને લગતા નિયંત્રણો હટાવી દેવામાં આવ્યા છે, પરંતુ સરકાર તેને રોકવા માટે દરેક પગલા લઈ રહી છે. આ દરમિયાન અમેરિકાથી આવી રહેલા સમાચારોએ દરેક માટે ચિંતાનો માહોલ ઉભો કર્યો છે. અમેરિકામાં કોરોનાના નવા પ્રકારને કારણે બાળકોમાં સંક્રમણના કેસમાં ઝડપથી વધારો થયો છે.
એક અમેરિકન રિપોર્ટ અનુસાર છેલ્લા ૪ અઠવાડિયામાં ૧ લાખ ૩૦ હજાર બાળકોમાં કોરોના સંક્રમણ જોવા મળ્યું છે. આ આંકડો વધે તેવી શક્યતા છે. અમેરિકામાં પુખ્ત વયના લોકોની સાથે બાળકોને પણ કોરોનાની રસી આપવામાં આવી છે, તેમ છતાં ત્યાં બાળકોમાં કોરોના સંક્રમણના વધુ કેસ જોવા મળી રહ્યા છે. માહિતી અનુસાર કોવિડ-19ની શરૂઆતથી અત્યાર સુધીમાં દેશમાં લગભગ ૧.૫૩ કરોડ બાળકોના કોરોના ટેસ્ટ પોઝિટિવ જોવા મળ્યા છે. રિપોર્ટ અનુસાર લગભગ ૮૦ % અમેરિકન લોકો કે જેમને પહેલાથી કોવિડ છે, તેઓ ફરી એકવાર આ પ્રકારથી સંક્રમિત થઈ શકે છે.
ભારતમાં ૨૧ ફેબ્રુઆરીના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અપડેટ ડેટા અનુસાર ભારતમાં ૯૫ નવા કોરોના વાયરસ કેસ નોંધાયા છે. આ સાથે હવે સક્રિય કેસોની સંખ્યા વધીને ૧,૯૨૧ થઈ ગઈ છે. સવારે ૦૮:૦૦ વાગ્યે મંત્રાલયના અપડેટ ડેટામાં કહેવામાં આવ્યું છે કે. મૃત્યુઆંક ૫,૩૦,૭૬૧ છે. મંત્રાલયે કહ્યું કે, વાયરસના કેસોની સંખ્યા ૪.૪૬ કરોડ નોંધાઈ છે, જ્યારે રાષ્ટ્રીય કોવિડ ૧૯ રિકવરી રેટ ૯૮.૮૧ % નોંધવામાં આવ્યો છે. તો વળી ચેપમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને ૪,૪૧,૪૨,૪૬૦ થઈ ગઈ છે.