વર્ષ ૨૦૨૩ – ૨૪ ના રાજયના બજેટની હાઈલાઈટ્સ

રાજયના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ ૨૦૨૩ – ૨૪ નું કુલ ૩ લાખ ૧ હજાર ૨૨ કરોડ રૂપિયાનું જાહેર કર્યું. આ બજેટમાં શિક્ષણ વિભાગને સૌથી વધુ બજેટ ફાળવવામાં આવ્યુ છે. ગુજરાત સરકારનું આ બજેટના પાંચ સ્તંભ પર ગુજરાતના આધુનિક વિકાસનો રોડમેપ રચાયો છે.

વર્ષ ૨૦૨૩ – ૨૪ ના રાજયના બજેટની હાઈલાઈટ્સ:-

  • ૩ લાખ ૧ હજાર કરોડનું બજેટ
  • વિકાસયાત્રાના ૫ સ્તંભ પર સરકાર આગળ વધી રહી છે
  • ગરીબ અને સામાજિક વર્ગને સુવિધા અને સુરક્ષા આપવાનો અમારો પ્રથમ સ્તંભ છે
  • દેશના GDPમાં ગુજરાતનો ૮.૩૬ ટકાનો ફાળો છે
  • સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે રૂપિયા ૫૫૮૦ કરોડની જોગવાઈ
  • શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ ૧૯,૬૮૫ કરોડની જોગવાઈ
  • આદિજાતિ વિકાસ વિભાગ માટે રૂપિયા ૩૪૧૦ કરોડની જોગવાઈ
  • ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે ૮૭૩૮ કરોડ રૂપિયાની જોગવાઈ
  • મુખ્યમંત્રી આદિજાતિ સર્વાંગી ઉત્કર્ષ યોજનાની જાહેરાત
  • મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજનાની જાહેરાત
  • શ્રમિક પરિવારની કામના સ્થળથી નજીક પાયાની સવલતો સાથેની રહેણાંકની વ્યવસ્થા, શ્રમિકોને  ૫ રૂપિયાના નજીવા દરે ભોજન ઉપલબ્ધ કરાવતી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ વધારશે, નવા 150 કેન્દ્રો શરૂ કરાશે
  • સામાજિક સુરક્ષાની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જરૂરિયાતમંદ પરિવાર સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા કુટુંબ ઓળખપત્ર અપાશે
  • સામાજિક સુરક્ષાની વિવિધ યોજનાઓને વધુ સઘન બનાવવા આગામી ૫ વર્ષમાં ૨ લાખ કરોડના ખર્ચનું આયોજન
  • રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના, સંત સુરદાસ દિવ્યાંગ પેન્શન યોજના માટે ૫૮ કરોડની જોગવાઈ
  • મનો દિવ્યાંગ વ્યક્તિઓની આર્થિક સહાય આપવાની યોજના હેઠળ ૬૦ કરોડની જોગવાઈ
  • દિવ્યાંગજનોને સાધન સહાય, ST બસમાં મફત મુસાફરીનો લાભ આપવા ૫૨ કરોડની જોગવાઈ
  • પાલક માતા-પિતા યોજના હેઠળ નિરાધાર બાળકો માટે માસિક સહાય આપવા ૭૩ કરોડની જોગવાઈ
  • સંકટ મોચન યોજના હેઠળ કુટુંબામા મોભીના અવસાનથી કુટુંબને સહાય માટે ૨૦ કરોડની જોગવાઈ
  • અનુસૂચિત જાતિ માટે ડૉ. સવિતા આંબેડકર આંતર જ્ઞાતિય લગ્ન સહાય માટે ૨૦ કરોડની જોગવાઈ
  • અનુસૂચિત જાતિ અને વિકસતિ જાનિની કન્યાઓને કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ ૫૪ કરોડની જોગવાઈ
  • દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ ૭ કરોડની જોગવાઈ
  • સાતફેરા સમુહ લગ્ન સહાય યોજના હેઠળ ૧૦ કરોડની જોગવાઈ
  • આંબેડકર આવાસ યોજના અને પંડિત દીન દયાળ આવાસ યોજના હેઠળ ૨૨૨ કરોડની જોગવાઈ
  • વિવિધ જિલ્લાઓમાં ચિલ્ડ્રન હોમ બનાવવા ૮ કરોડની જોગવાઈ
  • છોટા ઉદેપુર, મોરબી અને ગીર સોમનાથમાં ડૉ.આંબેડકર ભવન માટે ૫ કરોડની જોગવાઈ
  • ૧૦ લાખ વિકસતિ જાતિના વિદ્યાર્થીઓને ૪ થી ૨૦ હજાર સુધીની શિષ્યવૃતિ અફાશે
  • અનુસૂચિત જાતિ અને વિકસતિ જાતિના ધો. ૧ થી ૧૦ ના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે 376 કરોડની જોગવાઈ
  • ખેડૂતોને દિવસે પણ વિજળી પુરી પાડવા માટે કિસાન સૂર્યોદય યોજનામાં ૧૫૭૦ કરોડની જોગવાઈ
  • અરવલ્લી, છોટાઉદેપુર, મહીસાગર અને ડાંગ જિલ્લામાં નવી મેડિકલ કોલેજ સ્થપાશે
  • આંગણવાડીના બાળકોને ડિજિટલ લર્નિંગ માટેની નવી યોજના
  • રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના અને રાજ્ય સરકારની નિરાધાર વૃધ્ધો માટે આર્થિક સહાય યોજના અંતર્ગત અંદાજીત ૧૧ લાખ લાભાર્થીઓને માસિક પેન્‍શન આપવા રુ. ૧૩૪૦ કરોડની જોગવાઈ
  • અંબાજી અને ધરોઇને વિશ્વકક્ષા પ્રવાસન અને યાત્રાધામ સ્થળ બનાવવા ૩૦૦ કરોડની જોગવાઇ,  કેશોદ એરપોર્ટનું વિસ્તરણ કરવામાં આવશે અને દ્વારકા ખાતે નવુ એરપોર્ટ બનાવાશે
  • મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ માટે ૩૧૦૯ કરોડ તેમજ પ્રાથમિક શાળામાં RTE એક્ટ હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રાઈવેટ શાળામાં અભ્યાસ માટે ૫૦ કરોડની જોગવાઈ
  • દરેક જિલ્લામાં એક જિલ્લા કક્ષાનું અને દરેક તાલુકામાં એક તાલુકા કક્ષાનું સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનાવવામાં આવશે
  • પુરાતત્વ અને સંગ્રહાલય માટે ૫૫ કરોડની જોગવાઈ કરવામાં આવી
  • ગ્રંથાલય અને અભિલેખાગરો માટે ૯૬ કરોડની જોગવાઈ કરાઈ
  • પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે ૧૦,૭૪૩ કરોડની જોગવાઈ કરવામાં આવી
  • મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના (મનરેગા) હેઠળ 1391 કરોડની જોગવાઈ
  • પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ આવાસો બાંધવા માટે ૯૩૨ કરોડની જોગવાઈ
  • પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના-વોટરશેડ ડેવલપમેન્ટ કમ્પોનન્ટ (PMKSY-WDC) માટે ૨૨૦ કરોડની જોગવાઈ
  • મહિલાઓના સશકિતકરણ અને આર્થિક વિકાસ માટે નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન (આજીવિકા) અંતર્ગત ૨૧૦ કરોડની જોગવાઈ
  • સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ) અંતર્ગત ગામોમાં ઘન અને પ્રવાહી કચરાના નિકાલની સુવિધા હાથ ધરવામાં આવે છે. ગોબરધન યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં ઊર્જા સુરક્ષા સાથે જૈવિક ખાતરનો લાભ આપવા બાયોગેસ પ્લાન્‍ટ અને સ્લરી પ્રોસેસિંગ યુનિટ સ્થાપવામાં આવે છે. આ યોજનાઓ માટે જોગવાઇ ૨૦૦ કરોડની જોગવાઈ
  • દીનદયાલ ગ્રામીણ કૌશલ યોજના હેઠળ ૫૦૦૦ જેટલી મહિલાઓને ડાયમંડ વર્કની અને બીજી મહિલાઓને જુદા જુદા કૌશલ્ય માટે તાલીમ આપવા માટે ૨૩ કરોડની જોગવાઈ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *