રાજયના આ બજેટને કોંગ્રેસે નિરાશાજનક ગણાવ્યું
આજે રાજયના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ ૨૦૨૩ – ૨૪ નું કુલ ૩, લાખ ૧ હજાર ૨૨ કરોડ રૂપિયાનું જાહેર કર્યું હતું. બજેટને લઈ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું કે, દરેકને ધ્યાનમાં રાખીને બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. દરેક ક્ષેત્રમાં વિકાસ થાય તેનો પ્રયત્ન કરવામાં આવ્યો છએ. મુખ્યમંત્રી, નાણામંત્રી અને અધિકારીઓ દ્વારા જે ૨૫ વર્ષનો રોડમેપ કરવામાં આવ્યો છે તેનાથી ગુજરાતના વિકાસની ગતિ વધશે.
બજેટ રજૂ થયા બાદ રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, નાણામંત્રી દ્વારા રજૂ કરાયેલું વર્ષ ૨૦૨૩ – ૨૪ નું બજેટ ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી મોટું અને કોઈ નવા કરવેરા વિનાનું બજેટ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ વિકાસના રોલ મોડલ બનેલ ગુજરાતની વિકાસયાત્રામાં આ બજેટ સીમાચિન્હરુપ બનશે.
તો આ તરફ કોંગ્રેસે બજેટને નિરાશાજનક ગણાવ્યું હતું. બજેટ સર્વગ્રાહી ન હોવાનો અમિત ચાવડાએ દાવો કર્યો હતો. કોઈ મહત્વની જોગવાઈ નહીં હોવાનો ગેનીબેને આરોપ લગાવ્યો હતો.