પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હી ખાતે તાલકટોરા સ્ટેડિયમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ બરિસૂ કન્નડ દિમ દિમવા નું ઉદ્ધાટન કરશે.
આ પ્રસંગે તે ઉપસ્થિત લોકોને સંબોધિત પણ કરશે. એક ભારત, શ્રેષ્ઠ ભારતના વિઝનને અનુરૂપ કર્ણાટકની સંસ્કૃતિ, પરંપરા અને ઈતિહાસની ઉજવણી કરવા માટે બરિસૂ કન્નડ દિમ દિમવા નું આયોજન કરાયું છે. આઝાદ કા અમૃત મહોત્સવના ભાગરૂપે અસંખ્ય કલાકારો નૃત્ય, સંગીત, નાટક અને કવિતાના માધ્યમથી કર્ણાટકની સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરશે.