૨૦૧૯-૨૦માં ૭૩ કરોડ ટનથી વધીને ૨૦૨૧-૨૨ માં અંદાજે ૭૮ કરોડ થઈ ગયું છે.
દેશમાં કોલસાના ઉત્પાદનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં અસરકારક વૃદ્ધિ જોવા મળી છે. ૨૦૧૯-૨૦ માં ૭૩ કરોડ ટનથી વધીને ૨૦૨૧-૨૨ માં અંદાજે ૭૮ કરોડ થઈ ગયું છે. જે ૬.૪૭ % ની વૃદ્ધિ દર્શાવે છે. એપ્રિલ ૨૦૨૨ થી જાન્યુઆરી ૨૦૨૩ ના સમયગાળા દરમિયાન ૬૯૮ મેટ્રિક ટનથી વધુ ઉત્પાદન સાથે દેશે ૧૬ % થી વધુની વૃદ્ધિ નોંધાવી છે. આ સમયગાળામાં, કોલ ઈન્ડિયાનું ઉત્પાદન પણ ૪૭૮ ટનથી વધીને ૫૫૦ ટન થઈ ગયું છે. સ્થાનિક કોલસાના ઉત્પાદનમાં વધારો થવાથી દેશને વીજ વપરાશમાં સતત વધારો થવાને કારણે કોલસાની માંગમાં તીવ્ર વધારાની સામે મોટા પ્રમાણમાં આયાતને રોકવામાં મદદ મળી છે.
કોલસા મંત્રાલયે નાણાકીય વર્ષ ૨૦૨૫ માટે ૧૩૧ કરોડ ટન ઉત્પાદનનું લક્ષ્ય નક્કી કર્યું છે અને તે ૨૦૩૦ સુધીમાં ૧૫૦ કરોડ ટન સુધી પહોંચે તેવો અંદાજ છે. નવી કોલસાની ખાણો શરૂ કરવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની એજન્સીઓ પરસ્પર સંવાદિતા રાખી રહ્યા છે.