રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને એક વર્ષ પૂર્ણ થયું છતાં બન્ને દેશો વચ્ચે શાંતિ વાર્તા માટે કોઇ તૈયાર નથી. ભારતના સંબંધો રશિયા અને અમેરિકા બન્ને સાથે સારા છે.
અમેરિકાના સહાયક વિદેશ મંત્રી અને દક્ષિણ મધ્ય એશિયન મામલાઓના પ્રભારી ડોનાલ્ડ લૂની રશિયા અને યુક્રેનના યુદ્ધની વચ્ચે ભારત કોની સાથ છેની પ્રતિક્રિયા સામે આવી હતી. તેમને જણાવ્યું હતું કે, અમેરિકાને નથી લાગતુ કે ભારત જલદીથી ઉતાવળમાં રશિયા સાથે સંબંધ બગાડશે, પરંતુ અમેરિકાને આશા છે કે, ભારત યુક્રેન સંઘર્ષને સમાપ્ત કરવા માટે રશિયાની સાથે પોતાના પ્રભાવનો ઉપયોગ કરશે. રશિયાની સાથે ભારતના સંબંધો હંમેશા ગાઢ રહ્યાં છે. ભારત સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રસ્તાવ પર મતદાનથી દુર રહ્યુ હતુ.