ચેક રિપબ્લિકના વિદેશ મંત્રી જૈન લિપાવસ્કી આજથી ૧ માર્ચ સુધી ભારતના પ્રવાસે

ચેક રિપબ્લિકના વિદેશ મંત્રી જૈન લિપાવસ્કી આજથી ૧ માર્ચ સુધી ભારતના પ્રવાસે છે.

લિપાવ્સ્કી દેશના વિદેશમંત્રી એસ.જયશંકર સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. બંને નેતાઓ વચ્ચે દેશના હિતોને લઈ તમામ ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દા પર ચર્ચા થશે. લિપાવસ્કીની સાથે વિજ્ઞાન, સંશોધન અને નવીનતાના નાયબ પ્રધાન અને ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ દેશના પ્રવાસે છે. વિદેશ મંત્રાલયે વધુ માહિતી આપી કે ૨૮ ફેબ્રુઆરીએ CII દ્વારા આયોજિત ભારત-EU બિઝનેસ એન્ડ સ્ટેબિલિટી કોન્ફરન્સના ઉદ્ઘાટન સત્રમાં ચેક વિદેશ મંત્રી પણ ભાગ લેશે. આ પ્રવાસ દરમિયાન તેઓ મુંબઈની પણ મુલાકાત લેશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *