ઈરાન અને ઉત્તર કોરિયાની સાથે મ્યાંનમાર ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફૉર્સ (FATF)ના ‘બ્લેક લિસ્ટ’ આવ્યુ છે. યૂક્રેન યુદ્ધની પ્રથમ વરસી પર રશિયાને FATFના સભ્યપદથી બહાર કરી દેવામાં આવ્યુ છે. FATF નું કહેવું છે કે, આ ૩ દેશ ઉચ્ચ જોખમ વાળા દેશ છે એટલા માટે તેમને ‘બ્લેક લિસ્ટ’ની યાદીમાં રાખવામાં આવ્યા છે.
સિંગાપુરના ટી રાજા કુમારની અધ્યક્ષતામાં પેરિસમાં એફએએફટીની બીજી પૂર્ણ બેઠક બાદ જાહેર કરવામાં આવેલા નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી હતી. FATFએ કહ્યું કે, સંયુક્ત આરબ અમીરાત(UAE ), તુર્કી, જૉર્ડન, દક્ષિણ આફ્રિકા અને ૨૦ અન્ય દેશો નજર લિસ્ટમાં છે અને તેના પર કડક નજર રાખવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનને ગયા વર્ષે ઓક્ટોબરમાં નજરની યાદીમાંથી હટાવી દેવામાં આવ્યુ હતુ.