પંજાબમાં રવિવારે તરન તારણની ગોઈંદવાલ સાહિબ જેલમાં ગેંગવોર થયું હતું જેમાં ગેંગસ્ટર મનદીપ તુફાન અને ગેંગસ્ટર મનમોહન સિંહની હત્યા કરવામાં આવી હતી. બઠિંડાનો રહેવાસી ત્રીજો ગેંગસ્ટર કેશવ ગંભીર રીતે ઘાયલ થયો છે. તેમને અમૃતસરની હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
માર્યા ગયેલા બન્ને આરોપીઓ પંજાબી ગાયક સિદ્ધૂ મૂસેવાલાની હત્યામાં સંડોવાયેલા છે અને તેમને તરનતારન સ્થિત ગોઈંદવાલ જેલમાં રાખવામાં આવ્યાં હતા જ્યાં રવિવારે બપોરે તેમની વચ્ચે જીવલેણ લડાઈ થઈ હતી. પંજાબના ડીએસપી જસપાલ સિંહ ઢિલ્લોને જણાવ્યું કે ગોઈંડવાલ સાહિબ જેલમાં બદમાશો વચ્ચે લડાઈ થઈ હતી, જેમાં રૈયાના રહેવાસી દુરન મનદીપ સિંહ તૂફાનનું મોત થયું હતું. બઠિંડાના રહેવાસી કેશવ અને બુધલાદાના રહેવાસી મનમોહન સિંહ મોહનાને સિવિલ હોસ્પિટલ તરન તારણમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં દાખલ ગેંગસ્ટર મનમોહનનું પણ મોત થયું હતું.