નાગાલેન્ડમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન શરૂ થઇ ચુક્યું છે.
સવારે ૦૭:૦૦ વાગે શરૂ થયેલું મતદાન સાંજે ૦૪:૦૦ વાગ્યા સુધી ચાલશે. રાજ્યના ૧૩ લાખથી વધુ મતદારો ચાર મહિલા ઉમેદવારો સહિત કુલ ૧૮૪ ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો કરશે. રાજ્યની ૬૦ વિધાનસભા બેઠક પૈકી ૫૯ વિધાનસભા બેઠક માટે ચૂંટણી યોજાઇ છે. એક વિધાનસભ્ય વિરોધ હીન ચૂંટાઇ આવ્યા છે. મેઘાલયમાં પણ વિધાનસભા ચૂંટણી માટે મતદાન જારી છે. અહીં આજે 36 મહિલા ઉમેદવાર સહિત ૩૬૯ ઉમેદવારોના ભાવિનો મતદારો ફેંસલો કરશે. અહીં પણ વિધાનસભાની ૬૦ બેઠક છે. પરંતુ એક ઉમેદવારનું મૃત્યુ થયું હોવાને કારણે ૫૯ બેઠક માટે મતદાન થઇ રહ્યું છે. રાજ્યમાં ૨૧ લાખ ૪૦ હજાર મતદારો છે. ન્યાયી અને નિષ્પક્ષ મતદાન માટે ચૂંટણી પંચ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.