જીરામાં રેકોર્ડ બ્રેક આવક અને ભાવ, ગત વર્ષ કરતાં ડબલ ભાવ મળતા બોટાદના ખેડૂતો ગેલમાં

બોટાદ માર્કેટિંગ યાર્ડ આમ તો કપાસ માટે વખણાય છે. દર વર્ષે કપાસની સિઝન દરમ્યાન આશરે ૧ લાખ મણથી ઉપરની આવક થતી હોય છે.

આ વર્ષે  જીરામાં પણ રેકોર્ડ બ્રેક આવક અને ભાવ જોવા મળી રહ્યા છે. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ગયા વર્ષે ખેડૂતોને જીરાના રૂપિયા ૨૫૦૦ થી માંડીને  ૩૫૦૦ સુધી ના ભાવ મળતા હતા અને દૈનિક આવક આશરે ૫૦૦૦ મણની રહેતી હતી. જ્યારે આ વર્ષે ૧૦,૦૦૦ મણ જીરાની આવક થઇ રહી છે  અને રૂપિયા ૫૦૦૦ થી માંડીને  ૬૫૦૦ સુધી ભાવ મળી રહ્યા છે.ગયા વર્ષને મુકાબલે જીરાના ડબલ ભાવ મળતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. યાર્ડ તરફથી ખેડૂતોને સાંજ સુધીમાં જણશના નાણા મળી જાય તેવી વ્યવસ્થા હોવાથી પણ ખેડૂતો ખુશ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *