ઈટલીના સમુદ્રમાં પ્રવાસી હોળી તૂટી પડતાં મોટી દુર્ઘટના સર્જાઇ છે.
રવિવારે મેનલેન્ડના દક્ષિણ કિનારા પરથી તટ રક્ષક અને અગ્નિશામક દળે ૫૯ લોકો મૃતદેહ શોધી કાઢ્યા હતા. લાકડાની હોળી તૂટી પડતાં બનેલી આ ગોઝારી ઘટનામાં ૩૦ વધુ પ્રવાસીઓના મૃતદેહ દરિયા કિનારા સુધી પાણીના વહેણ સાથે તણાઇ આવ્યા હતા. સ્થાનિક મીડિયાના રિપોર્ટ અનુસાર આ પ્રવાસી હોળીમાં ૧૨૦થી વધુ લોકો સવાર હતા. જેમાંથી ૫૮ લોકોને બચાવી લેવાયા છે જ્યારે ૧૨ બાળકો સહિત ૫૯ લોકોના ડૂબવાથી મોત થયા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર અને ગોતાખોરની ટુકડીઓ રાહત બચાવના કાર્યમાં લાગી હતી. અત્યાર સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ પ્રવાસી હોળી ક્યાંથી નીકળી હતી, પણ કેલાબ્રિયાથી આવનાર મોટા ભાગના પ્રવાસી જહાજ તુર્કી અથવા તો ઈટલીથી આવતા હોય છે.