‘વીર સાવરકર – ભારતના મહાનાયક’
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘મહાપરાક્રમી સ્વાતંત્ર્યવીર સાવરકર’નું વિમોચન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અમદાવાદ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી અને મેઘનિર્ઘોષના સંયુક્ત ઉપક્રમે ‘વીર સાવરકર – ભારતના મહાનાયક’ વિષય પર આયોજિત સેમિનારમાં ઉપસ્થિતિ રહ્યા હતા. આ અવસરે મુખ્યમંત્રીએ લેખક રસિક બા કેસરિયા દ્વારા લેખિત પુસ્તક ‘મહાપરાક્રમી સ્વાતંત્ર્યવીર સાવરકર’નું વિમોચન કર્યું હતું. અને બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા પ્રારંભ કરાયેલ ઓનલાઈન પોર્ટલનું પણ લોન્ચિંગ કર્યું હતું. આ સેમિનારમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વીર સાવરકર ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના અનસંગ હિરો છે. આજે આવા જ વ્યક્તિત્વનું પૂણ્ય સ્મરણ કરવાનો આ અવસર આજની પેઢીનો અને આવનારી પેઢીઓનો રાષ્ટ્રહિત પ્રબળ કરશે.
અમદાવાદ ખાતે વિશ્વ ઉમિયાધામ દ્વારા આયોજિત ‘શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞમાં’ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કથાકાર જીગ્નેશ દાદાના આશીર્વચન લીધા હતા. અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા નિરમા પ્લોટમાં ૨૭ ફેબ્રુઆરી સુધી જાહેર જનતા માટે ‘ શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ’ નું આયોજન કરવામાં આવ્યું છે.