ઈટાલીના પ્રધાનમંત્રીના ભારત પ્રવાસ દરમિયાન વેપાર વાર્તા પણ કરશે.
ઈટાલીના પ્રધાનમંત્રી જિયોર્જિયા મેલોની ૨ માર્ચ ગુરુવારના રોજ ભારત આવશે. જેમની સાથે નાયબ પ્રધાનમંત્રી અને વિદેશ મંત્રી એન્ટોનિયો તાજની અને એક વેપાર પ્રતિનિધિમંડળ પણ હશે. તેઓ ૮ મા રાયસીના સંવાદ, ૨૦૨૩ માં મુખ્ય મહેમાન અને મુખ્ય વક્તા હશે. આ યાત્રા દરમિયાન ઈટાલીના પ્રધાનમંત્રી ૨ માર્ચના રોજ બપોરે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઈટાલીના પ્રધાનમંત્રી વચ્ચે દ્વિપક્ષીય, ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. વિદેશમંત્રી ડૉ.એસ. જયશંકર પણ તેમની સાથે મુલાકાત કરશે.
ઈટાલીના પ્રધાનમંત્રીના ભારત પ્રવાસ દરમિયાન વેપાર વાર્તા પણ કરશે. અને વિદેશ મંત્રી એન્ટોનિયો તાજની અને વાણિજ્ય તથા ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલ આ વેપાર વાર્તાની સહ-અધ્યક્ષતા કરશે. ભારત અને ઈટાલી આ વર્ષે રાજનૈતિક સંબંધોની સ્થાપનાના ૭૫ વર્ષ ઊજવી રહ્યા છે. બંને દેશ તમામ બહુપક્ષીય મંચ પર ઘનિષ્ઠ સહયોગ કરે છે. ઈટાલીના પ્રધાનમંત્રી જિયોર્જિયા મેલોનીના ભારત પ્રવાસથી ભારત અને ઈટાલી વચ્ચેના સંબંધો વધુ ગાઢ થશે.