માર્ચ મહિનાની શરૂઆતમાં જ એટલે કે પહેલા જ દિવસે હવામાનમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગે આગામી ૨ કલાક દરમિયાન ઉત્તર-પશ્ચિમ દિલ્હી, દક્ષિણ-પશ્ચિમ દિલ્હી અને દિલ્હી-NCRના આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. દિલ્હીની આસપાસનું વાતાવરણ સવારે ખુશનુમા રહ્યું છે.
દિલ્હી-એનસીઆરમાં મહત્તમ તાપમાન ૩૧.૨ ડિગ્રી સેલ્સિયસ રહેવાનો અંદાજ છે જ્યારે લઘુત્તમ તાપમાન ૧૪ ડિગ્રી સેલ્સિયસ રહેવાનો અંદાજ છે. મૌસમ વિજ્ઞાન ભવન દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, બુધવારે ( ૧ માર્ચ ) દિલ્હી-NCR અને તેની નજીકના યુપી અને હરિયાણાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વાવાઝોડાં પડી શકે છે.
હવામાન વિભાગે આગામી 2 કલાકમાં દિલ્હી, NCR (હિંડોન એએફ સ્ટેશન, ગાઝિયાબાદ, ઇન્દિરાપુરમ) કરનાલ, મેહમ, રોહતક, ભિવાની (હરિયાણા), હસ્તિનાપુર, ચાંદપુર, અમરોહા (યુપી) અને આસપાસના વિસ્તારોમાં થોડા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. મધ્યમ વરસાદ પડશે. પવનની ઝડપ ૩૦ થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાક રહેવાનો અંદાજ છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે માર્ચથી મે વચ્ચે સંભવિત લૂ માટે એડવાઇઝરી જાહેર કરી તેમાં શું કરવું અને ના કરવું તે પણ જણાવ્યુ છે. તે પ્રમાણે જરૂરી ના હોય તો બપોરે ૧૨ થી ૩ વચ્ચે ઘરમાંથી બહાર ના નીકળવું. બાળકોને પાર્ક કરેલી કારમાં છોડીને ના જવું. ગયા વર્ષે માર્ચમાં ગરમીએ ૧૨૨ વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. તેને જોતા સાવધ રહેવું જરૂરી છે.