ઈટાલીના પ્રધાનમંત્રી જિર્યોજિયો મિલોની ઉદઘાટન સત્રમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે.
નવી દિલ્હીમાં ૨ માર્ચથી રાયસીના ડાયલોગનું ૮ મું સંસ્કરણ શરૂ થશે અને તે ૪ માર્ચ સુધી ચાલશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રાયસીના ડાયલોગનું ઉદઘાટન કરશે.
ઈટાલીના પ્રધાનમંત્રી જિર્યોજિયો મિલોની ઉદઘાટન સત્રમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે. રાયસીના ડાયલોગ ૨૦૨૩ માં ૧૦૦ થી વધુ દેશોના પ્રતિનિધિઓ હાજર રહેશે. જેમાં અનેક પ્રતિનિધિ મંત્રાલય, પ્રોદ્યોગિકી ક્ષેત્ર, રણનૈતિક નિપુણતાથી જોડાયેલા હશે. આ વર્ષે ભારત જી-૨૦ ની અધ્યક્ષતા કરી રહ્યું હોવાને કારણે આ રાયસીના ડાયલોગ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના સહયોગથી વિદેશ મંત્રાલય આ રાયસીના ડાયલોગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. છેલ્લા ૮ વર્ષોમાં રાયસીના ડાયલોગનું પ્રભુત્ત્વ વધુ રહ્યું છે. આ સંમેલન આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પ્રમુખ વૈશ્વિક સંમેલન તરીકે પ્રતિષ્ઠિત થયું છે.