દેશમાં સૌર વીજ ઉત્પાદનમાં ૧૩.૨ % સાથે ગુજરાત અગ્રેસર, પવન ઉર્જા થકી વીજ ઉત્પાદનમાં ગુજરાત બીજા સ્થાને

રાજ્યની પવન ઉર્જાથી વીજ ઉત્પાદનની સ્થાપિત ક્ષમતા ૯,૭૧૨ મેગાવોટની હતી.

દેશમાં પવન ઉર્જાની સ્થાપિત ક્ષમતાના ૨૩.૨ % અને સૌર ઉર્જામાં ૧૩.૨ % સાથે ગુજરાત અગ્રેસર રહ્યું છે.  ૪ લાખથી વધુ ઘરો પર રૂફટોપ માધ્યમથી સૌર વીજ ઉત્પાદનમાં ગુજરાત દેશમાં પહેલા સ્થાને છે. આબોહવામાં પરિવર્તન વિભાગના મંત્રી મુકેશ પટેલે મંગળવારે વિધાનસભામાં જણાવ્યું હતું કે, ૩૧ ડિસેમ્બર ૨૦૨૨ સુધીમાં રાજ્યની પવન ઉર્જાથી વીજ ઉત્પાદનની સ્થાપિત ક્ષમતા ૯,૭૧૨ મેગાવોટની હતી. પવન ઉર્જા થકી વીજ ઉત્પાદનમાં ગુજરાત બીજા સ્થાને છે. એવી જ રીતે ગુજરાતની સૌર ઉર્જાની સ્થાપિત ક્ષમતા ૮,૬૪૦ મેગાવોટની છે. સોલર રૂફટોપ યોજના થકી વીજ ઉત્પાદનમાં ગુજરાત દેશમાં પહેલા સ્થાને છે. આ યોજના હેઠળ સોલર રૂફટોપ સિસ્ટમ સ્થાપવા ત્રણ કિલોવોટ સુધી ૪૦ %, જ્યારે ત્રણથી ૧૦ કિલોવોટ  સુધી ૨૦ % સબસિડી આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *