ગુજરાત રાજ્યના ખેડૂતોને ઉનાળામાં સિંચાઈ માટે વધારાનું ૨૦ લાખ એકર ફુટથી વધુ પાણી મળશે.
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ગઈકાલે ગાંધીનગરમાં જણાવ્યું હતું કે નર્મદા નિયંત્રણ સત્તામંડળે ગુજરાતને આ વર્ષે ૯૦ લાખ એકર ફૂટના બદલે એક કરોડ ૧૨ લાખ એકર ફુટથી વધુ પાણી ફાળવવાનો નિર્ણય લીધો છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે રાજ્યના જે ડેમોમાં જૂથ યોજનાઓ છે, ત્યાં નર્મદા સિવાયનું પાણી અપાશે. રાજ્ય સરકારે આ વર્ષે ઉનાળાની ઋતુમાં પીવાના પાણીની પુરતી વ્યવસ્થા કરી છે, તેમ પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું.