અમદાવાદ: ૫,૦૦૦ ની વસ્તી ધરાવતા રુદાતલ ગામને NQASનું સર્ટીફિકેટ મળ્યું

આરોગ્ય કેન્દ્રની ઉત્કૃષ્ટ સેવાઓ બદલ NQASનું સર્ટીફિકેટ મળ્યું

અમદાવાદ જિલ્લાના રુદાતલ ગામને નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ સર્ટિફિકેટ મળ્યું છે. રુદાતલ સહિત રાજ્યમાં ૮ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આ સર્ટિફિકેટ પ્રાપ્ત કરવામાં સફળ રહ્યા છે. રુદાતલ ગામ અમદાવાદથી ૭૦ કિલોમીટરના અંતરે આવેલ છે, જે આશરે ૫,૦૦૦ ની વસ્તી ધરાવે છે. આ આરોગ્ય કેન્દ્રની ઉત્કૃષ્ટ સેવાઓ અને સુવિધાઓના લીધે  રાષ્ટ્રીય સ્તરનું NQAS એટલે કે નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ સર્ટિફિકેશન મળ્યું છે. નેશનલ ક્વોલીટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ ૬ બાબતોને ધ્યાનમાં રાખી આ સર્ટિફિકેટ આપે છે. જેમાં દર્દી વિષયક સુવિધા, સારવાર પદ્ધતિના માપદંડ, દર્દીનો સંતોષ વગેરે જેવા માપદંડમાં ૭૦ % થી વધુ સ્કોર પ્રાપ્ત કરનાર સંસ્થાને આ પ્રમાણપત્ર આપવામાં આવે છે. આ સુવિધાઓના પગલે રુદાતલ આરોગ્ય કેન્દ્રમાં આજુબાજુના ગામોના આશરે 28થી વધુ લોકો માટે વિવિધ રોગોના ઉપચાર તેમજ ઈમરજન્સી સારવાર માટે મહત્વનું કેન્દ્ર બની રહ્યું છે.

રુદાતલ હેન્થ એન્ડ વેલનેસ સેટન્ટર ખાતે આપવામાં આવતી આરોગ્ય સેવાઓની અને સુવિધાઓની વાત કરીએ તો અહીંયા આયુર્વેદિક, હોમિયોપેથીક અને એલોપથી સારવાર કરવામાં આવે છે. તાવ, શરદી, ખાંસી તથા ક્ષય, રક્તપિત અને મલેરીયા જેવા રોગોનું નિદાન અને સારવાર સહિતની સેવા આપવામાં આવે છે. આ આરોગ્ય કેન્દ્ર પર ઈમરજન્સી રૂમ, પ્રિ-ઓપરેટિવ રૂમ, નવજીવન કક્ષ, કોલ્ડ ચેઇન રૂમ, સ્ત્રી વોર્ડ, પુરુષ વોર્ડ, મમતા ક્લિનિક, લેબોરેટરી,  દવા સ્ટોર સહિતની તમામ આરોગ્યલક્ષી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *