દેશમાં એપ્રિલ મહિનાથી સોનાના ઘરેણાં અને સોનાની બનેલી ચીજવસ્તુઓ છ આંકડાના હોલમાર્ક વિના વેચી શકાશે નહીં. સરકારે આવા હોલમાર્ક વિનાનાં ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનું નક્કી કર્યું છે. ગ્રાહક બાબતો, અન્ન અને જાહેર વિતરણ વ્યવસ્થા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે કેન્દ્રિય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલના અધ્યક્ષપદે મળેલી ભારતીય માપદંડ બ્યુરો- બી.આઇ.એસ. ની ગઇકાલે મળેલી સમીક્ષા બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે.
મંત્રાલયે જણાવ્યું છે કે ખૂબ નાના સ્તરનાં એકમોમાં ગુણવત્તા જાળવવાની રીતને પ્રોત્સાહન આપવા બી.આઇ.એસ. અનેક પગલાં ભરી રહ્યું છે.