કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ફરી એકવાર વિદેશમાં પ્રધાનમંત્રી પર નિશાન સાધ્યું છે. આ સાથે જ તેમણે ભાજપ દ્વારા કરવામાં આવેલા કેટલાક નિવેદનો પર પણ પલટવાર કર્યો છે. તેમણે કહ્યું કે ‘મોદીએ ખુદ કહ્યું છે કે છેલ્લાં ૬૦ – ૭૦ વર્ષોમાં તેમણે કંઈ જ નથી કર્યું. તેમણે એવું કહીને ભારતીયો અને તેમના દાદા-દાદીનું અપમાન કર્યું છે કે ભારતે એક દશક ગુમાવ્યું છે. અને આ બધું તેઓ વિદેશની ધરતી પર કહે છે.
રાહુલે કહ્યું કે ‘RSS અને ભાજપને હરાવવાની જરૂરીયાત હવે લોકોનાં મનનાં ઊંડાણમાં બેસી ગઈ છે. ભારત જોડો દરમિયાન અનેક દ્રષ્ટિકોણ હતાં. તેમણે કહ્યું કે અમે સંસ્થાગત રીતે લડી રહ્યાં છીએ. RSS અને ભાજપએ એ સંસ્થાનોને કબ્જે કરી લીધાં છે જેમણે તટસ્થ રહેવું જોઈએ.’