પ્રધાનમંત્રી આજે આરોગ્ય અને ચિકિત્સા અનુસંધાન પર બજેટ વેબીનારને સંબોધિત કરશે

વેબિનારમાં ત્રણ સેશન હશે જેમાં આરોગ્ય અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રની ચર્ચા કરવામાં આવશે

પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી આજે સવારે ૧૦:૦૦ વાગ્યે આરોગ્ય અને તબીબી સંશોધન વિષય પર વિડિયો કોન્ફરન્સ દ્વારા વેબિનારને સંબોધિત કરશે. આ વર્ષે કેન્દ્રીય બજેટમાં જાહેર કરાયેલી પહેલોના અસરકારક અમલીકરણ માટે સૂચનો આમંત્રિત કરવા માટે, કેન્દ્ર સરકારે બાર વેબિનારનું આયોજન કર્યું છે. વર્ષ ૨૦૨૩ – ૨૪ ના બજેટમાં કેન્દ્ર સરકારે સાત ક્ષેત્રોને પ્રાથમિકતા આપી છે જે એકબીજાના પૂરક છે. આ વિસ્તારોને અમૃત કાલના સપ્તર્ષિઓ એટલે કે માર્ગદર્શક કહેવામાં આવે છે.

સર્વસમાવેશક વૃદ્ધિ એ સરકારના પ્રાથમિકતા ક્ષેત્રોમાંનો એક છે. તેમાં ૫૭ નર્સિંગ કોલેજોની સ્થાપના, ખાનગી ક્ષેત્રના સહયોગથી તબીબી સંશોધનને પ્રોત્સાહન, દવાની નવીનતા અને તબીબી ઉપકરણો માટેના અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે.વેબિનારમાં ત્રણ સેશન હશે જેમાં આરોગ્ય અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રની ચર્ચા કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીઓ અને સચિવો ઉપરાંત રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓ અને સંબંધિત વિષયોના નિષ્ણાતો પણ વેબિનારમાં ભાગ લેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *