દ્વારકાધીશ જગત મંદિર ખાતે ફૂલડોલ મહોત્સવ દરમિયાન દર્શનના સમયમાં ફેરફાર

દ્વારકા ખાતે ૬ માર્ચના રોજ સાંજે હોળી પ્રગટાવવામાં આવશે

દ્વારકાધીશ જગત મંદિર ખાતે હોળી ધૂળેટી પર્વ નિમિત્તે ફૂલડોલ મહોત્સવ દરમિયાન દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. દ્વારકા ખાતે ૬ માર્ચના રોજ સાંજે હોળી પ્રગટાવવામાં આવશે, ત્યારબાદ દ્વારકાધીશ મંદિરમાં દર્શન નિત્યક્રમ મુજબ રહેશે. ત્યારબાદ તારીખ ૭ માર્ચના રોજ સવારે ૦૬:૦૦ વાગ્યે મંગળા આરતી, બપોરે ૦૧:૦૦ વાગ્યા સુધી નિત્યક્રમ મુજબ દર્શન કરી શકાશે અને બપોરે ૦૧:૦૦ થી ૦૫:૦૦ સુધી મંદિર બંધ રહેશે.

તારીખ ૦૮/૦૩/૨૦૨૩ ના રોજ ફૂલડોલના દિવસે સવારે સાડા છ વાગ્યે મંગળા આરતી, બપોરે ૦૨:૦૦ થી ૦૩:૦૦ સુધી ખાસ ઉત્સવ દર્શન ફૂલડોલ મહોત્સવ મંદિરની અંદર ઉજવાશે, સાંજે ૦૫:૦૦ વાગ્યાથી નિત્ય ક્રમ મુજબ દર્શન રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *