કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશે જામનગર રેલવે જંક્શન ખાતે રેલવેને લગતાં પ્રશ્નો અને રજૂઆતો અંગે સમીક્ષા બેઠક યોજી

કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશે જામનગર રેલવે જંક્શન ખાતે અધિકારીઓ તથા પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી.

 

કેન્દ્ર સરકારના રેલવે અને કાપડ મંત્રાલયના રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ જામનગર જિલ્લાના પ્રવાસે પહોંચ્યા હતા. ત્યારે તેઓએ જામનગર રેલવે જંકશનની મુલાકાત લીધી હતી અને રેલવેને લગતાં પ્રશ્નો અને રજૂઆતો અંગે જામનગર મહાનગરપાલિકા તથા રેલવે વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.

બેઠકમાં મંત્રીએ રેલવે હસ્તકની જમીન જામનગર મહાનગરપાલિકાના માધ્યમથી વિકસિત કરવા, પાણીના નિકાલ માટે અંડર પાસનું નિર્માણ કરવા તેમજ રેલવે ફાટક અંગેની મંજૂરી વગેરે બાબતે ઉપસ્થિત અધિકારીઓ તથા પદાધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. તેમજ જામનગર રેલવે જંકશનના રી-ડેવલપમેન્ટ અંગનો પ્લાન નિહાળી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ બેઠકમાં મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, રાજકોટ ડી.આર.એમ. અનિલ જૈન, ભાવનગર ડી.આર.એમ. મનોજ ગોયલ, ઇ.નાયબ કમિશનર ભાવેશ જાની, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, શ્યામલ કુમાર, એમ.એલ.પુરોહિત, સુનિલ મિણા સહિતના અધિકારીઓ- પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *