૨ દિવસોમાં શેર બજારમાં તેજી

શેર બજારમાં અઠવાડિયાનો પ્રથમ ટ્રેડ તેજી સાથે બંધ થયો છે. સોમવારે સેંસેક્સ ૪૧૫.૪૯ અંકોના ઊછાળા સાથે ૬૦,૨૨૪.૪૬ અંકોનાં લેવલ પર બંધ થયો છે. આ દરમિયાન નિફ્ટીમાં ૧૧૭.૧૦ અંક ઊછળીને ૧૭,૭૧૧.૪૫ અંકોનાં લેવલ પર બંધ થયું.

રોકાણકારોને થયો ફાયદો
શેર બજારનાં આંકડાઓ અનુસાર છેલ્લાં ૨ દિવસોનાં ટ્રેડ સેશનમાં દલાલ સ્ટ્રીટનાં રોકાણકારોની સંપત્તિમાં ૬ લાખ કરોડનો ફાયદો થયો છે. આ દરમિયાન સેંસેક્સ લગભગ ૧૬૦૦ અંકો સુધી ઊછળ્યો છે અને ફરી એકવાર ૬૦ હજારનાં આંકડાોને પાર કરી ગયો છે.

આજનાં કોરોબારમાં પાવર અને યૂટિલિટી શેરોમાં સૌથી વધારે ઊછાળો જોવા મળ્યો છે. આ સિવાય BSE પર ઑયલ એન્ડ ગેસ, એનર્જી, આઈટી અને ટેક શેરોનાં ઈન્ડેક્સ પણ ૧ % થી વધારેનાં ઊછાળા સાથે બંધ થયું છે. BSEનાં મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ ક્રમશ ૦.૭૪ % અને ૦.૯૦ %નાં વધારા સાથે બંધ થયાં. ટ્રેડિંગનાં અંતમાં BSE સેનસેક્સ ૪૧૫.૪૯ અંકનાં વધારા સાથે ૬૦,૨૨૪.૪૬ અંકો પર બંધ થયો છે. તો NSIનાં નિફ્ટી ૧૧૭.૧૦ અંકોનાં ઊછાળા સાથે ૧૭,૭૧૧.૪૫નાં સ્તર પર બંધ થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *