યુએસના બોસ્ટન લોગાન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર યુનાઈટેડ એરલાઈન્સની બે ફ્લાઈટ્સ ટકરાઈ હતી. CNN એ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) ને જણાવ્યું હતું કે બોસ્ટન લોગાન ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉપડતી બે યુનાઇટેડ એરલાઇન્સની ફ્લાઇટ્સ સોમવારે સવારે લગભગ ૦૮:૩૦ વાગ્યે (સ્થાનિક સમય મુજબ) એકબીજા સાથે અથડાઈ હતી.
FAA એ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે યુનાઇટેડ એરલાઇન્સની ફ્લાઇટ ૫૧૫ ની જમણી પાંખ લગભગ ૦૮:૩૦ વાગ્યે ET પર બોસ્ટન લોગન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર યુનાઇટેડ એરલાઇન્સની ફ્લાઇટ ૨૬૭ ના છેડે અથડાઈ હતી. જે બાદ મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો.
એરપોર્ટ સ્ટેશને જણાવ્યું હતું કે બંને ફ્લાઇટ્સમાંથી મુસાફરોને સોમવારે બપોરે અન્ય ફ્લાઇટ્સ પર ફરીથી બેસાડવામાં આવ્યા હતા. મુસાફરોએ આ ઘટનાને થોડી ચોંકાવનારી ગણાવી હતી. દરમિયાન, એક મુસાફર નિકોલસ લિયોને કહ્યું કે તેને અચાનક આંચકો લાગ્યો અને તેણે પોતાની જમણી તરફ જોયું કે પાર્ક કરેલું પ્લેન ક્રેશ થયું હતું. તે જ સમયે તમામ મુસાફરોએ અવાજ કરવાનું શરૂ કર્યું.નિકોલસ લિયોને વધુમાં જણાવ્યું કે ફાયર એન્જિન જોઈને લોકો થોડા ડરી ગયા હતા.