ગુજરાત પંચાયત સેવા મંડળ દ્વારા ૦૯/૦૪/૨૦૨૩ નાં રોજ જુનિયર કલાર્કની પરિક્ષાનું આયોજન કરવામાં આવ્યુ છે.
જેથી જી.પી.એસ.સી દ્વારા તારીખ ૨, ૯ અને ૧૬/૦૪/૨૦૨૩ નાં રોજ યોજાનાર ગુજરાત વહીવટી સેવા વર્ગ – ૧ અને ગુજરાત મુલ્કી સેવા વર્ગ ૧ અને ૨. અને ગુજરાત નગર પાલિકા મુખ્ય અધિકારી સેવા , વર્ગ ૨ ની મુખ્ય પરિક્ષા મોકુફ રાખવામાં આવી છે..પરિક્ષાની નવી તારીખ આયોગની વેબસાઈટ પરથી જાહેર કરવામાં આવશે. ઉમેદવારોને આયોગની વેબસાઈટ જોતાં રહેવાની મંડળ દ્વારા વીનંતી કરાઈ છે..