ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનિઝનું અમદાવાદમાં આગમન થયું છે. સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર સીએમ અને રાજ્યપાલે તેમનું સ્વાગત કર્યું હતું.
ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનિઝ તેમના સ્પેશિયલ વિમાનમાં અમદાવાદ આવી પહોંચ્યાં છે. એરપોર્ટ પર ઉતરતાં જ તેમના સ્વાગતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ દેવવ્રત કોહલી ઊભા હતા. સીએમ પટેલે પુષ્પગૂચ્છ આપીને તેમનું સ્વાગત કર્યું હતું.
૯ મી માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત – ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચને લઈને અમદાવાદ શહેરના લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મેચને લઈને સ્ટેડિયમ બહાર બંને દેશના ટીશર્ટનું વેચાણ પણ થઈ રહ્યું છે. આ સાથે વિરાટ કોહલી, રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાના ટીશર્ટનું પણ વેચાણ વધારે થઈ રહ્યું છે.