ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનિઝ ગુજરાતની મુલાકાતે છે. ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનિઝ તેમના સ્પેશિયલ વિમાન મારફતે અમદાવાદ આવ્યા હતા. જ્યાં એરપોર્ટ પર તેમનું સ્વાગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કર્યું હતું. સીએમ પટેલે પુષ્પગૂચ્છ આપીને તેમનું સ્વાગત કર્યું હતું. ગાંધીનગરમાં ઓસ્ટ્રેલિયાના પીએમ એ રંગોત્સવ મનાવ્યો છે.
ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝે ગુજરાતની મુલાકાતે આવી પહોચ્યા છે. ભારતીય પંરપાર મુજબ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. ગાંધીનગરમાં રાજભવન ખાતે ધુળેટીની ઉજવણી માટે ભવ્ય આયોજન કરાયું હતું. ગાંધીનગરમાં ઓસ્ટ્રેલિયાના પીએમ એ રંગોત્સવ મનાવ્યો હતો. ઓસ્ટ્રેલીયાના પીએમ એ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે હોળીના રંગથી રંગાઈ એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે રાજ્યપાલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.