દ્વારાકામાં ખેડૂતને પડ્યા પર પાટું જેવા હાલ થયા છે. સિદ્ધપુર ગામે ખેતરમાં આગ લાગવાની ઘટના બની છે. આગથી ખેડૂતનો રવિ પાક બળીને ખાખ થયો છે. ૨૫ વીઘાના ધાણા,મેથી, જીરુના તૈયાર પાકમાં આગ લાગતાં ખેડૂતને ભારે નુકસાની થઈ છે.
દ્વારકાના સિદ્ધપુર ગામે ખેડૂતનો રવિ પાક બળીને ખાખ થયો છે. ૨૫ વીઘામાં ધાણા, મેથી, જીરુના તૈયાર પાકમાં આગ લાગતાં બળીને ખાખ થયો છે. આગ લાગતા આસપાસના ખેડૂતો પણ આગ બુજાવવા દોડી આવ્યા હતા અને તાત્કાલિક બોરવેલ ચાલુ કરી પાણીનો માર ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ખેતરમાં ધાણા, જીરૂ તેમજ મેથીનો તૈયાર પાક બળીને ખાખ થતાં ખેડૂતમાં ચિતામાં મુકાયો છે.