દેશમાં હાલમાં H3N2 અને એડિનોવાયરસ એક્ટિવ છે જેને કારણે કેસમાં વધારો થઈ રહ્યો છે. લોકો આજકાલ તીવ્ર તાવ, શરદી અને ગળામાં દુખાવાની ફરિયાદ કરી રહ્યા છે. સર ગંગારામ હોસ્પિટલના ડોક્ટર ધીરેન ગુપ્તાએ કહ્યું, ૬ મહિનામાં વાયરસની પેટર્નમાં જબરદસ્ત ફેરફાર થયો છે. સામાન્ય રીતે, આપણે ઈન્ફલ્યુએન્ઝાને નંબર ૧ વાયરસ તરીકે જોઈએ છીએ જે આ રોગનું કારણ બની શકે છે.
એડેનોવાયરસની ગંભીરતા તરફ ઇશારો કરતાં તેમણે કહ્યું હતું કે અન્ય એક વાયરસ જે ગંભીર રોગ તરફ દોરી રહ્યો છે. ૨ મહિનામાં આઈસીયુમાં દર્દીઓની સંખ્યામાં વધારો થવાને કારણે એડેનોવાયરસના કેસોમાં વધારો થયો છે. એડેનોવાયરસ વિશે વધુ જણાવતાં ડો.ગુપ્તાએ જણાવ્યું હતું કે ડીએનએ વાયરસ મુખ્યત્વે ઉપલા શ્વસનતંત્ર અને આંખોને અસર કરે છે અને કોવિડની જેમ ફેલાય છે.
નિષ્ણાંતોના જણાવ્યાનુસાર દેશમાં હાલમાં H3N2 અને એડિનોવાયરસ એક્ટિવ છે જે બન્ને વાયરસથી પીડિત દર્દીઓની સંખ્યા વધી રહી છે.
ડો.બી.એલ.શેરવાલે જણાવ્યું હતું કે, હાલના સમયમાં હવામાનના પરિવર્તન સાથે આ રોગ ખૂબ જ ઝડપથી ફેલાય છે. આનો સૌથી સારો ઉપાય માસ્ક પહેરવાનો છે. કોવિડ બાદથી લોકો પહેલાની જેમ હેન્ડવોશિંગ કરતા નથી. આવી સ્થિતિમાં, હાથ ધોવાનું મહત્વપૂર્ણ છે. આ સાથે તેમણે કહ્યું કે ફ્લૂની રસી પણ ખૂબ અસરકારક છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા એક પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે હાલના સમયમાં ગરમીને ધ્યાનમાં રાખીને મોસમી તાવથી બચવું જરૂરી છે. આ દરમિયાન આઈએમએએ ડૉક્ટરની સલાહ વગર એન્ટીબાયોટિકનું સેવન ન કરવાની ચેતવણી પણ જાહેર કરી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે શરદી, ખાંસી અને તાવને કારણે લોકોએ જાતે જ એન્ટિબાયોટિક્સનું સેવન કરવાનું ટાળવું જોઈએ.