નેપાળના સંવિધાન મુજબ બે વાર રાષ્ટ્રપતિ બન્યા બાદ ત્રીજી વાર નથી બની શકતા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર
નેપાળમાં રાષ્ટ્રપતિપદ માટે આજે ચૂંટણી યોજાશે. નેપાળી કોંગ્રેસના રામચંદ્ર પોંડેલ અને CPM-UMLના સુભાષચંદ્ર નેમબાંગ વચ્ચે આ પદ માટે રસાકસી જામશે. ચૂંટણીપંચે રાષ્ટ્રપતિ ચૂંટણીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં બે સ્પીકર વચ્ચે સ્પર્ધા છે. વર્તમાન રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારીનો કાર્યકાળ ૧૨ માર્ચે સમાપ્ત થાય છે. ચૂંટણી અધિકારીઓ અનુસાર મતદાન કાઠમંડુના સંસદ ભવનમાં સવારે ૧૦:૦૦ વાગ્યા થી બપોરે ૦૩:૦૦ વાગ્યા સુધી યોજાશે. આજે સાંજે ૦૪:૦૦ વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવશે. સાંજે સાતવાગે પરિણામ આવવાની સંભાવના છે.