પ્રધાનમંત્રી મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ દિલ્હી ખાતે દ્વિપક્ષીય મંત્રણાનો કર્યો આરંભ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અલ્બનીઝે દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે દ્વિપક્ષીય મંત્રણાનો આરંભ કર્યો છે. બંને આગેવાનો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સર્વગ્રાહી વ્યુહાત્મક સંબંધો, વેપાર અને મૂડીરોકાણમાં વધારો કરવો તેમજ સંરક્ષણ, શિક્ષણ જેવા વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવા અંગે ચર્ચા કરે તેવી સંભાવના છે.

અગાઉ વિદેશમંત્રી એસ. જયશંકરે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સાથે વાતચીત કરી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, શ્રી અલ્બનીઝની ભારત મુલાકાતથી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ ઉંચાઇએ પહોંચશે. ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીનું આજે દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વિધિવત સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ શ્રી એન્થની અબ્લનીઝને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. ત્યારબાદ શ્રી અલ્બનીઝએ રાજઘાટ જઇને મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલી અર્પણ કરી હતી.

ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝ ચાર દિવસ ભારતની મુલાકાતે પહોંચ્યા હતા. જે અંતર્ગત  આજે તેઓ અમદાવાદ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર  ભારત અને ગુજરાતની સાંસ્કૃતિક નૃત્ય શૈલી સહિતની ઝાંખીઓ નિહાળીને તેઓ અભિભૂત થયાં હતાં. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અલ્બેનીઝને સત્કારવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.આ ઉપરાંત  ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીનું અભિવાદન કરવા માટે રાજ્યના પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા, મેયર કિરીટ પરમાર રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર, પોલીસ વડા વિકાસ સહાય, પોલીસ કમીશનર સંજય શ્રીવાસ્તવ, કલેક્ટર ધવલ પટેલ સહિત વરિષ્ઠ સચિવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ અમદાવાદના સાબરમતી આશ્રમની મુલાકાત લઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ સાથે જ તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે શરૂ થઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના ચોથા અને અંતિમ મેચમાં હાજરી આપી હતી અને મેચને નિહાળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *