વર્ષ ૨૦૨૨ માં ભારતીય ઇ-કોમર્સ વેપાર ૫૦ અબજ ડોલરનો હતો
અમેરિકાની બહુરાષ્ટ્રીય રીટેલ ચેન ધરાવતી મલ્ટીનેશનલ કંપની વોલમાર્ટે તેજીથી આગળ વધી રહેલા ભારતીય બજાર પર મહત્વના સમાચાર આપ્યા છે.
અમેરિકામાં આયોજિત કંપનીના સંસ્થાપકોના વાર્ષિક સંમેલનમાં વોલમાર્ટના CFO જોન ડેવીડે જણાવ્યું હતું કે, ભારતીય બજાર એટલી તેજીથી વધી રહ્યું છે, કે આ વર્ષે ચીનના બજારને પાછળ ધકેલી તે દુનિયાના સૌથી મોટા બજાર તરીકે ઉભરી આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૨ માં ભારતીય ઇ-કોમર્સ વેપાર ૫૦ અબજ ડોલર હતો. જે વર્ષ ૨૦૨૭ સુધીમાં ૧૫૦ થી ૧૭૦ અબજ ડોલર સુધી પહોંચી જવાની શક્યતા છે.