મોહનથાળનો પ્રસાદ બંધ કરવાને લઈ આવતીકાલે અંબાજી બંધનું એલાન

અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવા મામલો હવે પેચીદો બનતો જાય છે. મોહનથાળનો પ્રસાદ બંદ કરવાને લઈ આવતીકાલે અંબાજી બંધનું  એલાન આપવામાં આવ્યું છે. ત્યારે અંબાજી હિત રક્ષા સમિતિ દ્વારા આ બંધનું એલાન આપવામાં આવ્યું છે. આવતીકાલે અંબાજીમાં તમામ વેપારીઓ ધંધા-રોજગાર સ્વૈચ્છિક બંધ રાખશે. તેમજ મોહનથાળનો પ્રસાદ ચાલુ કરવા માટે બંધ પાડી વિરોધ નોંધાવશે.

આદ્ય શક્તિમાં જગદઅંબા નું મંદિર વિક્રમ સંવત ૧૧૩૭ થી એટલે કે આશરે (૯૦૦ વર્ષ ઉપરાંત સમયથી)  મહારાજ સાહેબ જસરાજસિંહ દાંતા સ્ટેટ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું. ત્યારથી  અવિરત પણે ચોખ્ખા ઘી માં મર્યાદાઓને અનુસરી બનાવતો મોહનથાળ પ્રસાદ માતાજીને ધરાવવામાં આવતો પ્રસાદ તરીકે જગવિખ્યાત છે. આજ પ્રસાદ માથી અન્ય વહેંચતો પ્રસાદ માઈ ભક્તો નાના બાળકો થી લઈ વૃદ્ધોના મુખે અમીરસ તરીકે લેવાય છે અને એ પ્રસાદ લેવાથી સાક્ષાત પોતાની માના હાથે બનેલ પ્રસાદ લીધો તેવું દરેક પ્રસાદ લેનાર અનુભવે છે. ત્યારે અંબાજી માં મોહનથાળ પ્રસાદ બંધ કરાતા લાખો ભક્તો સહિત સંસ્થાઓ  સંગઠનો ભૂદેવો  દ્વારા વિરોધ થઈ રહ્યો છે. દિવસે ને દિવસે વિવાદ ઘેરો બન્યો જાય છે.ત્યારે અંબાજી માતાજી નાં ઉપાસક અને દાંતા રાજવી પરિવારનાં મહારાજા પરમવીરસિંહે ખુદ મોહનથાળ પ્રસાદ મામલે નારાજગી વ્યક્ત કરી હતી. દાંતા સ્ટેટ રાજવી પરિવારનો માતાજી સાથે વર્ષો થી ભક્તિનો નાતો રહ્યો છે.  રાજવી પરિવાર નવરાત્રીમાં પણ માતાજીની વિશેષ પૂજા અર્ચના કરે છે.

અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદ બંધ થવા મામલે અંબાજી શહેર ભાજપ ઉપપ્રમુખ સુનિલ બ્રહ્મભટ્ટે રાજીનામું આપ્યું છે. સુનિલ બ્રહ્મભટ્ટે તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું છે. ત્યારે અનેકવાર રજૂઆતો છતા પ્રસાદ ચાલુ ન કરાતા નિર્ણય લીધો છે. ત્યારે અધિકારી કે પદાધિકારીઓએ કોઈ જવાબ ન આપતા રાજીનામું આપ્યું છે. ત્યારે આ બાબતે સુનિલ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે મોહનથાળ પ્રસાદ બંધ કરાતા લાખો ભક્તોની લાગણી દુભાઈ છે.

વિધાનસભા ગૃહમાં ગેનીબેન મોહનથાળનો પ્રસાદ લઈને આવ્યા હતા અને તમામ ધારાસભ્યો અંબાજીનો મોહનથાળનો પ્રસાદ આપ્યો હતો. ત્યારે ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરાએ કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ મીઠાઈમાં ઝેર છે કે કેમ તેની તપાસ કરવાની માંગ કરી હતી. આ બાબતે વિધાનસભાના અધ્યક્ષ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *