સ્ટેટ જીએસટી વિભાગે અમદાવાદમા દરોડા પાડ્યા છે. ત્રણ બનાવટી પેઢી ઉભી કરી ૧,૪૦૦ કરોડના બિલો બનાવ્યાનો ખુલાસો સામે આવ્યો છે. આરોપીએ ત્રણ બોગસ પેઢીઓ બનાવી હતી. જેમાં ૪૧ કરોડની ખોટી વેરા શાખ મેળવી હોવનું પણ ખુલ્યું છે.
અમદાવાદમાં સ્ટેટ GST વિભાગનો તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. સ્ટેટ જીએસટી વિભાગે રાકેશ ચોક્સીની ધરપકડ કરી છે. વાંધાજનક હિસાબી સાહિત્ય, ડિજીટલ ડિવાઈસિઝ સિક્યોરીટી કેબિનેટમા છૂપાવી હતી. મેટ્રોપોલિટન કોર્ટે ૧૭ માર્ચ સુધી કસ્ટોડિયલ ઈન્ટ્રોગેશનની મંજૂરી આપી છે.