ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ – ૨૦૨૩ મિશન અંગેના બિન-સરકારી સંકલ્પ અગે મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના વિચારો
રાજ્ય સરકાર મિલેટ્સની ખેતી પર નિષ્ઠાપૂર્વક ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ખેડૂતોની આવક બમણી કરવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવામાં મિલેટ્સની ખેતી ખૂબ જ સહાયક છે. આ એવી કૃષિ પધ્ધતિ છે જેમાં જમીનના સ્વાસ્થ્યનું, માનવજાતના સ્વાસ્થ્યનું અને પર્યાવરણનું રક્ષણ થાય છે. પાણી અને વિજળીની બચત થાય છે. આ ઉપરાંત આ ખેતીની પધ્ધતિ દરેક ખેડુતને પરવડે તેવી છે.
મિલેટ્સના પ્રોત્સાહન માટે રાજ્ય સરકારના પ્રયત્નો:
ગુજરાત રાજયમાં મિલેટ્સ કૃષિનો વ્યાપ વધે તે માટે રાજય સરકાર દ્વારા ઝૂંબેશના રૂપમાં પ્રયત્નો કરવામાં આવેલ છે, રાજ્ય સરકારે પણ “ઇન્ટરનેશનલ ઇયર ઓફ મીલેટ્સ – ૨૦૨૩” અંતર્ગત નવી યોજના મુકેલ છે. જેમાં મિલેટ્સનો પ્રચાર – પ્રસાર, તાલીમો, પ્રદર્શન – નિદર્શન, મિલેટ્સ વાનગીઓને લગતી બાબતનો સમાવેશ થાય છે. રાજયમાં મિલેટ્સ અવેરનેસ માટે રાજય સરકાર દ્વારા તાલુકા લેવલે ખેડુતોમાં મીલેટ પાકોની ખેતી પધ્ધતિ અને અગત્યતા માટે મીલેટ્સ સેમીનાર અને વિવિધ યોજનાઓ દ્વારા નિદર્શન, જ્યારે મહાનગર પાલીકા સ્તરે મિલેટ્સની રોજીંદા ખોરાકમાં વપરાશ અને વાનગીઓ અંગે લોક જાગૃતી સારુ કુલ ૮ “મિલેટ્સ એક્ષ્પો” નુ આયોજન તથા ખેડુતો મિલેટ્સ ઉત્પાદન કરે તે સારુ ટેકાના ભાવે બાજરી, જુવાર અને રાગીની ખરીદી પર ઇન્સેન્ટીવ આપવાનું આયોજન કરવામાં આવે છે. રાજ્યના જીલ્લાઓમાં રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન અંતર્ગત ન્યુટ્રીસીરીયલ યોજના હેઠળ મિલેટ્સ ફેસ્ટીવલની ઉજવણી ચાલુ છે. જેમાં મિલેટ્સ અંગે ખેડુતોમાં જાગૃતતા, મિલેટ્સથી થતા સ્વાસ્થ્ય લાભો તેમજ મિલેટ્સથી તૈયાર થતી વિવિધ વાનગીઓના પ્રદર્શનો થકી લોકોમાં જાગૃતતા લાવવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ભારતની અધ્યક્ષસ્થાને જી – ૨૦ અંતર્ગત ગુજરાત રાજ્યમાં ૨૦૨૩ માં થનાર કાર્યક્રમોમાં મિલેટ્સ થીમ પર યોજવા નિર્ધાર કરેલ છે. જેમાં મિલેટ્સ આધારીત હેમ્પર્સ, મિલેટ્સ બ્રાન્ડીંગ માટે એર પોર્ટ થી કાર્યક્રમના સ્થળ સુધી શહેરી વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે. કાર્યક્રમમાં ઉપસ્થીત મહેમાનો માટે ભોજનમાં પણ મિલેટ્સની વાનગીઓ પીરસવામાં આવે છે. તેમજ મિલેટ્સ સ્ટોલ અને કાફે પણ ખોલવામાં આવે છે. દરેક કાર્યક્રમના શણગાર, ગુજરાતની પરંપરા મુજબ રંગોળીથી કરવામાં આવતા હોય છે જે “મિલેટ્સ રંગોલી” થી સજાવવામાં આવે છે. પ્રધાનમંત્રીએ બાજરીને ‘શ્રી અન્ના’ કહેવા પાછળનો તર્ક જાહેર કર્યો હતો. તુમાકુરુ જિલ્લામાં એક જાહેર રેલીને સંબોધતા, તેમણે કહ્યું કે આ નામ કર્ણાટકમાંથી લેવામાં આવ્યું છે જ્યાં બાજરીને ‘સિરી ધાન્ય’ કહેવામાં આવે છે, જે ‘શ્રી ધન્યા’ કહેવાની બોલચાલની રીત છે.”કર્ણાટકના લોકો ‘જાડા અનાજ’ (બાજરી) નું મહત્વ સમજે છે. આ જ કારણ છે કે, તમે બધા તેને ‘સિરી ધાન્ય’ કહો છો. કર્ણાટકના લોકોની લાગણીને માન આપીને દેશ બાજરી આગળ લઈ રહ્યો છે,” તેવું પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું. “હવે, બાજરી દેશભરમાં ‘શ્રી અન્ના’ તરીકે ઓળખાશે. ‘શ્રી અન્ના’ નો અર્થ તમામ અનાજમાં શ્રેષ્ઠ છે,”
ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ (IYM) – ૨૦૨૩ દ્વારા ‘મિરેકલ મિલેટ્સ’ ના ભૂલી ગયેલા મહિમાને પુનર્જીવિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
કેન્દ્ર સરકાર શ્રી અન્નને લોકપ્રિય બનાવવા માટે સતત પ્રયાસો કરી રહી છે. ફૂડ ફેસ્ટિવલ હોય કે કોન્ક્લેવ, વિદેશીઓને આકર્ષવા અને શ્રી અન્નમાંથી બનતા ઉત્પાદનોની નિકાસને પ્રોત્સાહન આપવાના પ્રયાસો કરવામાં આવે છે. ભલે તે સાંસદો માટે લંચનું આયોજન હોય કે દિલ્હીમાં જી – ૨૦ મીટિંગ, શ્રી અન્નની વાનગીઓ બધામાં આગવી રીતે પીરસવામાં આવે છે.