દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં એકાએક સમી સાંજે પલ્ટો આવતા સુરત સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસવાનો શરૂ થતા ખેડૂતોનિ ચિંતામાં વધારો થવા પામ્યો હતો. ત્યારે સુરતનાં ઓલપાડ, માંગરોળ, કામરેજ અને માંડવીમાં કમોસમી વરસાદ વરસવાનું શરૂ થતા પાકને ભારે નુકશાન જવાની ભીંતી ખેડૂતો સેવી રહ્યા છે. વરસાદના કારણે ખેતરમાં તૈયાર પાક નિષ્ફળ જવાની વકી ખેડૂતો સેવી રહ્યા છે.
કમોસમી વરસાદની આગાહીનાં પગલે સૌરાષ્ટ્ર સહિત રાજ્યની મોટા ભાગની એપીએમસી દ્વારા હરાજી બંધ રાખવામાં આવી હતી. જેથી ખેડૂતોનો પાક વરસાદમાં ભીનો ન થાય. ત્યારે એકાએક ભાવનગરના તળાજાના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ વરસવાનો શરૂ થતા જગતનો તાત ચિંતીત થવા પામ્યો હતો. ભાવનગર તેમજ તળાજા સહિત ગ્રામ્ય વિસ્તાર અલંગ,મણાર, સથરા, કઠવા, ત્રાપજમાં વરસાદ વરસવા પામ્યો હતો. કમોસમી વરસાદ વરસતા કેરીનાં પાકને નુકશાન થવાની ભીંતિ ખેડૂતો સેવી રહ્યા છે.
સુરત શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં એકાએક પલ્ટો આવતા પલસાણા વિસ્તારમાં વરસાદ વરસવા પામ્યો હતો. વીજળીનાં ચમકારા સાથે ધીમીધારે વરસાદ વરસવાનો શરૂ થવા પામ્યો હતો. થોડા દિવસ પહેલા પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. ત્યારે અચાનક વરસાદ વરસવાનું શરૂ થતા રોડ ઉપર ઉભેલા લારીવાળા વેપારીઓમાં દોડધામ મચી જવા પામી હતી.