દેશમાં હાલમાં એડિનોવાયરસ અને એચ3એન2 વાયરસ એમ બે વાયરસ સક્રિય છે જેને કારણે કોરોના કેસ વધી રહ્યાં છે.
મહારાષ્ટ્રમાં કોરોનાએ ફરી કહેર વરસાવવાનું શરૂ કરી દીધું છે. ચોંકાવનારી વાત એ છે કે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કેસ બમણાથી વધુ થઈ ગયા છે. એટલું જ નહીં મહારાષ્ટ્રમાં પણ બે લોકોએ આ મહામારીના કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાથી ૧.૪૮ લાખ લોકોના મોત થયા છે.
મહારાષ્ટ્રમાં મંગળવારે કોરોનાના ૧૫૫ નવા કેસ મળી આવ્યા છે. આ સોમવારે મળેલા કેસ કરતા બમણાથી વધુ છે. સોમવારે રાજ્યમાં ૬૧ કેસ મળ્યા હતા અને કોઇનું મોત થયું ન હતું. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોનાના ૮૧,૩૮,૬૫૩ કેસ મળી આવ્યા છે.
મહારાષ્ટ્રના પુણે વિસ્તારમાં કોરોનાના ૭૫ નવા કેસ મળ્યા છે. જ્યારે મુંબઈમાં ૪૯, નાસિકમાં ૧૩, નાગપુરમાં ૮ અને કોલ્હાપુરમાં ૫ કેસ નોંધાયા છે. સાથે જ ઔરંગાબાદ, અકોલામાં બે અને લાતુરમાં ૧ કેસ મળી આવ્યા છે. જીવ ગુમાવનારા બંને દર્દીઓ પુણે સર્કલના છે.
૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના ૪૦૨ કેસ મળી આવ્યા છે. તે જ સમયે, સક્રિય કેસ પણ વધીને ૩૯૦૩થઈ ગયા છે. આ પહેલા ૧૩ માર્ચે દેશમાં ૪૪૪ કેસ મળ્યા હતા, જ્યારે ૧૨ માર્ચે ૫૨૪ કેસ મળ્યા હતા. ૧૧ માર્ચે ૪૫૬ કેસ મળ્યા હતા અને ૧૦ માર્ચે ૪૪૦ કેસ મળ્યા હતા.