આ વર્ષનો વિષય છે- સ્વચ્છ ઊર્જાની ગતિથી ઉપભોક્તાઓને સશક્ત બનાવવા
આજે વિશ્વ ઉપભોક્તા અધિકાર દિવસ છે. આ વર્ષનો વિષય છે- સ્વચ્છ ઊર્જાની ગતિથી ઉપભોક્તાઓને સશક્ત બનાવવા. વિષયને અનુરૂપ પારંપરિક ઉર્જા સ્ત્રોતો જેવા જીવાશ્મ ઈંધણની નિર્ભરતાને ઘટાડવા માટે ટેક્નોલોજી અપનાવવા અને સ્વચ્છ ઉર્જાના સમાધાન માટે ઝડપથી પરિવર્તનનો અધિકાર આપવા માટે મુખ્યત્વે ભાર આપવામાં આવ્યો છે. જે લાંબાગાળે સ્થિરતા, સુરક્ષા, સામર્થ્ય અને ઉપભોક્તાઓ સુધી પહોંચવાને પ્રોત્સાહન આપશે. ઈ-કોમર્સ ઉપભોક્તાઓ માટે ખરીદીના સૌથી પસંદગીના માધ્યોમાંના એક તરીકે ઊભર્યું છે. જેના કારણે રાષ્ટ્રીય ઉપભોક્તા હેલ્પલાઈનને ટેક્નિકલરૂપે મજબૂત કરવામાં આવી રહી છે. તેની સાથે તાત્કાલિક ઉપભોક્તા ફરિયાદ નિવારણ માટે ઈ-દાખલ પોર્ટલ અને ઉપભોક્તાઓને સશક્ત બનાવવા માટે સમારકામનો અધિકાર પોર્ટલ બનાવવાની શરૂઆત કરી છે.
આ દિવસ ગ્રાહક આંદોલન – ચળવળને ચિહ્નિત કરવા અને ગ્રાહકોના અધિકારો અને જરૂરિયાતો વિશે વૈશ્વિક સ્તરે જાગૃતિ ઉભી કરવા હેતું ઉજવાય છે. દુનિયામાં સૌ પ્રથમવાર વર્ષ ૧૯૬૨ માં ૧૫ માર્ચના રોજ અમેરિકાના પ્રમુખ જોહ્ન ઓફ કેનેડીએ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણીને વ્યાખ્યાયિત કરી હતી. ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્ર સંઘે આ દિવસને માન્યતા આપી અને ત્યારબાદ દર વર્ષે દુનિયાભરમા ૧૫ માર્ચના રોજ ગ્રાહકના અધિકારોને અધિકારોને જાણવા-સમજવા અને તેમનું સમ્માન કરવા માટે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ઉજવાય છે.