સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ગઈકાલે નવી દિલ્હીમાં ઉત્તરીય સરહદી વિસ્તારોમાં વિવિધ માળખાકીય પ્રોજેક્ટના નિર્માણની પ્રગતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી.
બેઠક દરમિયાન, તેમણે ટોચની અગ્રતાના ધોરણે તમામ પડતર પ્રોજેક્ટોને વહેલી તકે પૂર્ણ કરવા હાકલ કરી હતી.રાજનાથ સિંહે કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષાના મામલામાં સમગ્ર રાષ્ટ્રનો અભિગમ અપનાવવો જોઈએ. તેમણે કહ્યું કે સરકારે સચિવોની એક સમિતિની રચના કરવાનો નિર્ણય કર્યો છે જે પેન્ડિંગ પ્રોજેક્ટ્સને ઝડપી બનાવવા માટે વારંવાર બેઠકો કરશે.આ બેઠકમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરી, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ, ઉર્જા મંત્રી આરકે સિંહ, પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડના મુખ્યમંત્રીઓ અને લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર સહિત અન્ય લોકોએ હાજરી આપી હતી.