જાણો ૧૮/૦૩/૨૦૨૩ શનિવાર નું રાશિ ભવિષ્ય

આજનું પંચાંગ


૧૮/૦૩/૨૦૨૩ શનિવાર
માસ ફાગણ
પક્ષ કૃષ્ણ
તિથિ અગિયારસ સવારે ૧૧:૧૩ પછી બારસ
નક્ષત્ર શ્રવણ
યોગ શિવ
કરણ બાલવ સવારે ૧૧:૧૩ પછી કૌલવ
રાશિ મકર (ખ.જ.)

આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ નોકરીમાં પ્રમોશનના યોગ જણાય છે. તેમજ શેર-સટ્ટાથી દૂર રહેવું-નુકસાન કરાવશે. જ્યારે ખર્ચાઓ ઉપર નિયંત્રણ રાખવું. અને કૌટુંબિક પ્રશ્નોમાં સારું સમાધાન મળશે.

વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ દામ્પત્ય જીવનમાં અણબનાવો દૂર થશે. મકાન વાહન ખરીદવાનો અવસર મળશે. તબિયતની બાબતમાં કાળજી રાખવી. તેમજ વિદ્યા માટે બહાર જવાનું આયોજન કરી શકો.

મિથુન (ક.છ.ઘ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ નોકરીયાત વર્ગને જવાબદારીમાં વધારો થશે. માનસિક તનાવમાંથી મુક્ત થવા પ્રયાસ કરવો. તેમજ યાત્રા-પ્રવાસથી લાભની સંભાવના. વિવાહ બાબતના પ્રશ્નોમાં સફળતા મળે.

કર્ક (ડ.હ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગીદારીવાળા ધંધામાં લાભ થાય. પ્રેમ પ્રસંગોમાં સાનુકૂળતા જણાય. વાહન ધીમેથી ચલાવવું-કામ શાંતિથી કરવું. ધાર્મિક લોકો માટે વિદેશયોગની સંભાવના.

સિંહ (મ.ટ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રશંસનીય કાર્ય થવાની સંભાવના છે. કૌટુંબિક સંબંધોમાં સુધારો જોવા મળે. તેમજ ધંધામાં પ્રગતિના યોગ જણાય છે. જ્યારે વિશ્વાસઘાત અને છેતરામણીથી બચવું.

કન્યા (પ.ઠ.ણ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સંતાનોની ચિંતામાં સમાધાન મળશે. તેમજ અજાણ્યા લોકો સાથે રોકાણમાં ધ્યાન રાખવું. જ્યારે ખેડૂતો માટે સારો સમય જણાય છે. બદલી, બઢતી કે સ્થળાંતરના યોગ બને છે.

તુલા (ર.ત.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક બાબતે સંકડામણ અનુભવશો. ઉઘરાણી ઉપર પૂરતું ધ્યાન આપવું. તેમજ સંતાનોના પ્રશ્નોમાં ચિંતા જણાશે. સરકારી તંત્ર વિરોધીઓથી સાવધાન રહેવું.

વૃશ્ચિક (ન.ય.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ કૌટુંબિક પ્રેમભાવમાં વૃદ્ધિ થશે. તેમજ નવી ઓળખાણો દ્વારા લાભ થશે. જ્યારે નોકરીમાં પ્રમોશનની શક્યતા જણાય છે. ઓચિંતા મુશ્કેલી આવવાની સંભાવના છે.

ધન (ભ.ધ.ફ.ઢ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આપના મનમાં ઉચાટ-ઉદ્વેગ રહ્યા કરશે. તેમજ માનસિક અશાંતિનો અનુભવ થશે. જ્યારે દામ્પત્ય જીવનમાં સાધારણ તણાવ જણાશે. નોકરીયાતને સમય અનુકૂળ જણાશે

મકર (ખ.જ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ રોકાયેલા અધૂરાં કાર્યો પૂરાં થશે. આર્થિક સંકડામણ ઓછી થશે. જ્યારે વિરોધીઓ કાવાદાવામાં નિષ્ફળ જશે. તેમજ રાજકીય ક્ષેત્રમાં સાચવીને ચાલવું.

કુંભ (ગ.સ.શ.ષ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સકારાત્મક વિચારોથી સારો લાભ થશે. તેમજ વેપાર-ધંધામાં સારો લાભ જણાશે. જ્યારે મનની મૂંઝવણમાં સામાન્ય વધારો થશે. તેમજ નાણાકીય રોકાણ કરવામાં સાવધાની રાખવી.

મીન (દ.ચ.ઝ.થ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક સંકડામણ દૂર કરવાના રસ્તા મળશે. તેમજ પ્રવાસ અને નવી મુલાકાતથી લાભ જણાશે. જ્યારે દામ્પત્ય જીવનમાં મતભેદ ઉભા થવાની સંભાવના. તેમજ પ્રેમ પ્રસંગોમાં પ્રતિકૂળતા જણાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *